જાફરાબાદ તાલુકાના કોળી કંથારીયાથી જૂની કાતર સુધીનો ત્રણ કિલોમીટરનો ગાડા માર્ગ છે. વર્ષોથી આ રોડ ઉપર ખેડૂતો પણ ખેતરે જવા માટે હેરાન પરેશાન થાય છે.
આ રોડને ડામરનો કરવામાં આવે તો ખેડૂતોના પ્રશ્નો હલ થાય તેમ જ ખાંભા તાલુકાના હાઇવે ઉપર આવેલા બારમણ ગામથી સરોવરડા સુધી મેટેબલ રોડ છે આ રોડને પણ ડામર કરવામાં આવે તેવી માગણી સ્થાનિકો કરી રહ્યા છે. આ અંગે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અનિરુદ્ધભાઈ વાળા, કાતર રાજુલા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અમરીશભાઈ, બારપટોળીના સરપંચ, કંથારીયાના સરપંચ દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને માર્ગ-મકાન વિભાગને રજૂઆત કરવામાં આવી છે.