જાફરાબાદના કેરાળા ગામેથી પોલીસે પાંચ જુગારીને ઝડપી પાડ્‌યા હતા. તેમની પાસેથી રોકડા ૩૧૧૦ રૂપિયા મળી આવ્યા હતા. વશરામભાઇ પાંચાભાઇ બાંભણીયા, દિનેશભાઇ કાળુભાઇ સાંખટ, છગનભાઇ ભીખાભાઇ મકવાણા, મુકેશભાઇ મોહનભાઇ મકવાણા તથા લખમણભાઇ અરજણભાઇ બાંભણીયા હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં રોકડા ૩૧૧૦ સાથે ઝડપાયા હતા. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ. એમ. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.