જાફરાબાદમાં સામાન્ય બાબતે ઘરમાં ઠપકો મળવાના ડરથી એક વિદ્યાર્થિનીએ ગંભીર પગલું ભર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.વિદ્યાર્થિનીએ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, આ ફરિયાદીની દીકરી પાસેથી સાદો ફોન (મોબાઈલ) પકડાઈ ગયો હતો.આ વાતને લઈને ઘરના સભ્યો તેમને ઠપકો આપશે તેવી બીક લાગતાં તેણીએ ડરના માર્યા કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે તબિયત લથડતાં તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે આ બાબતે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.