જાફરાબાદના કડિયાળી ગામે સરપંચ સવજીભાઈ મકવાણા અને સમગ્ર કડિયાળી ગામના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાગેશ્રી અને આયુષ્માન આરોગ્ય મંદિર કડિયાળી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કડિયાળી ગામના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કુલ ૨૮ બોટલ બ્લડ એકત્રિત થયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાગેશ્રીના મેડિકલ ઓફિસર ભગીરથભાઈ વાઘ, સુપરવાઈઝર ચેતનભાઈ લશ્કરી, FHW રીટાબેન વાઝા, MPHW મેહુલભાઈ દવે અને CHO અકીબભાઈ મેમણે જહેમત ઉઠાવી હતી.
આ ઉપરાંત, આશા બહેનો અને નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ બ્લડ બેંક, મહુવાના સ્ટાફે પણ પોતાનો સહયોગ આપ્યો હતો.