જાફરાબાદના કડિયાળી ગામ પાસેથી એક અજાણી વ્યક્તિના હાડપિંજર મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસને જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હાડપિંજરનો કબ્જો મેળવીને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યું હતું. આ હાડપિંજર કોનું છે અને ક્યાંથી આવ્યું તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ જી મારુ વધુ તપાસ કરી રહ્યા છે.









































