જાફરાબાદ તાલુકાનાં ટીંબી ગામે ભિક્ષાવૃત્તિ કરી ગુજરાન ચલાવતા ભિક્ષુકનું મોત થતાં આ ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જાફરાબાદ તાલુકાનાં ટીંબી ગામે છેલ્લા ઘણાં વર્ષોથી એક ભિક્ષુક ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો. ગઈકાલે અચાનક જ ભિક્ષુકનું મોત નિપજયું હતું. આ ઘટનાની જાણ લોકોને થતાં તેમણે તાત્કાલિક ટીંબી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ભિક્ષુકની લાશનો કબ્જા લઈ પોસ્ટમાર્ટમ માટે હોÂસ્પટલ ખસેડી હતી. પ્રાથમિક કારણ મુજબ ભિક્ષુકનું મોત હાર્ટએટેકનાં કારણે થયું હોવાની પોલીસને શંકા છે. ભિક્ષુક મૂળ કયાંના રહેવાસી છે ? અને તેમના પરિવારમાં કોણ કોણ છે? એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.