જાફરાબાદથી ૬૦ નોટિકલ માઇલ દૂર મધદરિયે ‘મહેશ્વરી સાગર’ નામની બોટમાં ભીખુ નારણભાઈ નામના એક ખલાસી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત ખલાસીને બચાવવા માટે કોસ્ટગાર્ડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડે ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી હતી અને તેમને વધુ સારવાર માટે દરિયાકાંઠે લાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.