રાજુલાના જાપોદર ગામે લાઇટનું દોરડું લેવા મુદ્દે યુવકને ક્રિકેટના બેટથી ફટકારીને મુંઢ ઈજા પહોંચાડવામાં આવી હતી. બનાવ અંગે પ્રકાશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ (ઉ.વ.૨૬)એ ઉમેશભાઈ વિનુભાઈ ચૌહાણ તથા રાકેશભાઈ દેવાભાઈ ચૌહાણ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ઘરની લાઇટનું દોરડું બાજુના પ્લોટમાંથી આવતું હતું અને તેમાં શોર્ટ સર્કિટ થતી હતી. જે બાબતે ઉમેશભાઈ ચૌહાણે તેમને દોરડું લઇ લેવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી હતી. રાકેશભાઈ ચૌહાણે લાકડાના બડાથી પગની પીંડીમાં બે ઘા મારી મુંઢ ઇજા કરી તથા ઉમેશભાઈ ચૌહાણે ક્રિકેટ રમવાના બેટથી મુંઢ ઈજા પહોંચાડી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.જી.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.