ફિલિપાઇન્સની સાથે આજે જાપાનની ભૂમિ પણ ભૂકંપથી ધ્રૂજી ઉઠતા લોકોમાં ભારે ગભરાય ફેલાઈ ગયો હતો. જેમાં આજે સવારે જાપાનમાં બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ધ્રુજી ઉઠ્યા હતા. ભૂકંપને કારણે લોકો પોતાના ઘરોમાંથી બહાર ભાગ્યા હતા. જાપાનના દરિયાકાંઠેથી ૫૨ કિલોમીટર (૩૨ માઇલ) દૂર કાગોશિમામાં નાઝેથી ૭૩ કિલોમીટર (૪૫ માઇલ) ઉત્તરપૂર્વમાં, પૂર્વ ચીન સમુદ્રમાં પાણીની અંદર સવારે ૫:૧૨ વાગ્યે છેલ્લો ભૂકંપ આવ્યો.
આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૨ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ૩૯ કિલોમીટરની છીછરી ઊંડાઈએ હતું. છીછરા ભૂકંપ સામાન્ય રીતે પૃથ્વીના ઊંડાણમાં આવતા ભૂકંપ કરતાં વધુ શક્તિશાળી હોય છે, તેથી આ ભૂકંપ ખૂબ શક્તિશાળી હતો, પરંતુ તેના માટે સુનામીની ચેતવણી જારી કરવાની જરૂર નહોતી. આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી, પરંતુ સરકારે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
અહેવાલ મુજબ, આ ભૂકંપના લગભગ ૬ કલાક પહેલા, રાત્રે ૧૨ઃ૨૪ વાગ્યે પણ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૯ માપવામાં આવી હતી. ભૂકંપ જાપાનથી ૧૯ કિલોમીટર (૧૨ માઇલ) પૂર્વમાં આવ્યો હતો. ભૂકંપ વૈજ્ઞાનિકો આ ભૂકંપને આફ્ટરશોક માની રહ્યા છે, પરંતુ તેની તીવ્રતા વધુ હોવાથી, વૈજ્ઞાનિકોએ સરકારને વધુ આફ્ટરશોક માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે, પરંતુ ૯૪ ટકા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે આ ભૂકંપ પછી ઘણા દિવસો સુધી કોઈ મોટો આફ્ટરશોક નહીં આવે.
કારણ કે છેલ્લા ૧૦ વર્ષથી નાજે વિસ્તારમાં આ તીવ્રતાના ભૂકંપ સામાન્ય બની ગયા છે. એક દાયકામાં, આજના કેન્દ્રબિંદુથી ૩૦૦ કિમી (૧૮૬ માઇલ) ની અંદર ૫.૨ કે તેથી વધુ તીવ્રતાના ૪૯ ભૂકંપ નોંધાયા છે. સરેરાશ દર ૨ મહિને એકવાર ભૂકંપ આવે છે. આજનો ભૂકંપ વિનાશક સુનામી લાવવા માટે પૂરતો શક્તિશાળી નહોતો, પરંતુ તે સમુદ્રની નીચે છીછરા ઊંડાણમાં આવ્યો હોવાથી, લોકોએ સતર્ક રહેવું જાઈએ.