જાપાનમાં હવે કોઈનું મુર્ખ કે સ્ટુપિડ કહીને અપમાન કરવું તે સજોપાત્ર ગુનો બન્યો છે. અલબત જાપાનમાં સાઈબર બુલિંગ કાયદા અંતર્ગત કોઈ વ્યક્તિનું અપમાન(ઈન્સલ્ટ) કરવાના સંજોગોમાં એક વર્ષની જેલની સજોપાત્ર ગુનો બને છે.
વર્તમાન પેનલ કોડને મજબૂત કરવા માટે ગયા સોમવારે જાપાનની ડાયટ (જાપાનની સંસદ)માં આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જેમાં ઓનલાઈન સહિત જોહેર સ્થળો પર કોઈ વ્યક્તિનું અપમાન કરતા અભદ્ર ભાષાનો ઉપયોગની સ્થિતિમાં કરનાર કોઈપણ વ્યક્તિને દોષિત ઠરાવવાની અને જેલના સળિયા પાછળ ધકેલવાની અથવા તો ૩૦૦,૦૦૦ જોપાની યેન જેટલો દંડની જોગવાઈ કરવામાં આવી છે.
અગાઉ જાપાનમાં ઓનલાઈન અપમાન અથવા અપમાનજનક આરોપ બદલ દોષિત ઠરાવવાની ઘટના કોઈ તથ્ય પર આધારિત ન હતી અને મહત્તમ ૩૦ દિવસની જેલની સજો અથવા ૧૦,૦૦૦ જોપાની યેનની જોગવાઈ હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે બે વર્ષ અગાઉ ૨૨ વર્ષના રિયાલિટી ટીવી સ્ટાર અપમાનજકન સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. વ્યવસાયિક રીતે વ્રેસ્ટલર હાના કિમુરા નેટક્લિસક્સ શો ટેરેસ હાઉસમાં જોવા મળી હતી, અન્ય કાસ્ટ મેમ્બર સાથે ઝઘડો થયા બાદ ઓનલાઈન અભદ્ર ટિપ્પણીઓથી તેને ટાર્ગેટ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર કેટલીક ટિપ્પણીઓ એવી હતી કે જેમા તેણીનીએ પોતાની જોતને મારી નાંખવી જોઈએ તેમ કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી. અલબતજાપાનમાં કોઈને સોશિયલ મીડિયા પર કે જોહેરમાં અપમાનજનક શબ્દો કહેવા પર પ્રતિબંધ મુકી સજોની જોગવાઈ કરવામાં આવી હતી. હવે જોપાનની ડ્ઢૈં દ્વારા આ અંગેના કાયદાને વધારે કડક બનાવ્યો છે.