મહારાષ્ટ્રની એક કોર્ટે અભિનેતા વિજય રાઝને ૨૦૨૦ માં તેના સાથીદાર દ્વારા દાખલ કરાયેલા જાતીય સતામણીના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. ફરિયાદ પક્ષ તેમની વિરુદ્ધ પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયો હતો. ક્રૂ મેમ્બરે આરોપ લગાવ્યો હતો કે અભિનેતાએ લગભગ પાંચ વર્ષ પહેલાં ફિલ્મ ‘શેરની’ના શૂટિંગ દરમિયાન તેનું જાતીય શોષણ કર્યું હતું.
એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ગોંડિયા) મહેન્દ્ર સોરાટેએ અભિનેતા સામે જાતીય સતામણી અને પીછો કરવાના આરોપોને રદ કર્યા. ક્રૂ મેમ્બરે આરોપ લગાવ્યો હતો કે અભિનેતાએ લગભગ પાંચ વર્ષ પહેલાં ફિલ્મ ‘શેરની’ના શૂટિંગ દરમિયાન તેનું જાતીય શોષણ કર્યું હતું. ગોંદિયાના રામનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, કથિત ગુનો ૨૫ ઓક્ટોબર, ૨૦૨૦ ની રાત્રિથી ૨૯ ઓક્ટોબર, ૨૦૨૦ ની સવારની વચ્ચે આચરવામાં આવ્યો હતો.
અભિનેતા વિજય રાજની ૪ નવેમ્બર, ૨૦૨૦ ના રોજ મધ્યપ્રદેશના બાલાઘાટમાં ધરપકડ કરવામાં આવી હતી. આ તે જગ્યા છે જ્યાં ફિલ્મ ક્રૂ રોકાઈ રહી હતી. જાકે, તે જ દિવસે તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો.
કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદીએ કહ્યું હતું કે આ ઘટના એક હોટલમાં બની હતી, પરંતુ તપાસ અધિકારીએ સ્થળની મુલાકાત લીધી ન હતી. ન્યાયાધીશે કહ્યું કે ફરિયાદીએ હોટલમાં કામ કરતા બે-ત્રણ લોકોના નામનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા ન હતા. કોર્ટે કહ્યું, ‘તપાસ અધિકારીએ આગળ કોઈ તપાસ કરી નથી.’ તેથી, ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા નબળા અને અપૂરતા જણાય છે. સીસીટીવી ફૂટેજમાં પણ આરોપી કથિત કૃત્ય કરતો સ્પષ્ટ દેખાતો નથી.
કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ આરોપીના ગુનાને નિર્ણાયક રીતે સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે, તેથી શંકાનો લાભ આરોપીને જાય છે. કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા મૌખિક પુરાવા આરોપીને દોષિત ઠેરવવા માટે પૂરતા નથી. તેથી, તેને નિર્દોષ જાહેર કરવામાં આવે છે.