રાજ્યમાં આઇટીનાં દરોડાનું કાર્ય આજે પણ યથાવત રહી હતી અમદાવાદમાં સિંધુ ભવન રોડ સ્થિત આવેલી એસ્ટ્રલ પાઇપ્સ કંપની પર આઇટીનાં દરોડાની કાર્યવાહી બાદ હવે રાજ્યમાં બેક-ટૂ-બેક દરોડાની કાર્યવાહી હાથ ધરી રહી છે. તાજેતરમાં જાણીતા સાલ ગ્રુપ પર આ તવાઇ આવી છે.
અમદાવાદમાં આઇટી વિભાગની દરોડાની કાર્યવાહી યથાવત રહી છે અને આજે અમદાવાદનાં જાણીતા સાલ ગ્રુપ પર આ તવાઇ આવી છે. અમદાવાદની સાલ હોસ્પિટલનાં ચેરમેન રાજેન્દ્ર શાહનાં નિવાસસ્થાને આઇટી વિભાગે તપાસની કાર્યવાહી શરૂ કરી હતી મળી રહેલી માહિતી અનુસાર, આશરે ૨ ડઝન સ્થળોએ સર્વ અને સર્ચનું કામ કરવામાં આવ્યું હતું .અમદાવાદની જાણીતી સાલ હોસ્પિટલનાં વડા રાજેન્દ્ર શાહનાં નિવાસસ્થાને દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવતા સમગ્ર રાજ્યનાં આરોગ્ય ક્ષેત્રે ખળભળાટ સર્જાયો છે. મહત્વનું છે કે, અમદાવાદ, રાજકોટ અને સુરતમાં રિઅલ એસ્ટેટ બાદ હવે તબીબી ક્ષેત્રે આઇટીની તપાસથી ભારે ખળભળાટ મચી ગયો છે.
અત્યંત ગુપ્ત કાર્યવાહી અંતર્ગત આવકવેરા વિભાગે માત્ર નિવાસસ્થાને જ દરોડા કાર્યવાહી હાથ ધરી હતી અને અન્ય સ્થળોએ પણ તપાસ કરવામાં આવી છે તે વિશે ફોડ પાડવામાં આવ્યો નથી. સુત્રોનાં જણાવ્યા અનુસાર, રાજ્યનાં કોઇ પણ અધિકારી આ સર્ચમાં સામેલ નથી. આ સર્ચ ઓપરેશનમાં મુંબઇનાં અધિકારીઓ સામેલ છે. સવારનાં ૬ વાગ્યાથી મુંબઇનાં અધિકારીઓ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું