રાજયનાં બોર્ડનાં વિદ્યાર્થીઓ શાંતિથી અને ડર રાખ્યા વગર પરીક્ષા આપે તે માટે મોટીવેશનલ સ્પીકર અશોક ગુજ્જર સતત માર્ગદર્શન આપે છે. અમરેલી ખાતે ઓકસફર્ડ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા આવેલા જાણીતા મોટીવેશનલ સ્પીકર અશોક ગુજ્જરે ‘સંજોગ ન્યૂઝ’ની મુલાકાત લીધી હતી. અશોક ગુજ્જર દર વર્ષે શાળાઓમાં વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે માર્ગદર્શન આપે છે.