રાજુલાના જાંપોદર ખાતે યોજાયેલ માતાજીના માંડવામાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આ તકે ભાજપ આગેવાન  અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી સહિતના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હીરાભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લોકડાયરો તેમજ માતાજીનો માંડવો એક સંસ્કૃતિ છે. હીરાભાઇ સોલંકીએ માતાજીના માંડવામાં ઉસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. આ તકે હરસુરભાઇ લાખણોત્રા, બીચ્છુભાઇ ધાખડા, કનુભાઇ ધાખડા, બાલાભાઇ સાંખટ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.