(એ.આર.એલ),મુંબઇ,તા.૨૩
‘જસ્સી જૈસી કોઈ નહીં’થી ટીવી સ્ક્રીન પર દરેક ઘરમાં પોતાનું ખાસ સ્થાન બનાવનાર
લોકપ્રિય ટીવી અભિનેત્રી મોના સિંહની પહોંચ હવે માત્ર ટીવી પુરતી સીમિત નથી રહી. અભિનેત્રી હવે બોલિવૂડમાં પણ શાનદાર કામ કરી રહી છે. તે પોતાની એક્ટંગથી લોકોના દિલ જીતી રહી છે. આટલું જ નહીં, મોના સિંહ એક પછી એક મોટા પ્રોડક્શન હાઉસની ફિલ્મોમાં કામ કરી રહી છે. તાજેતરમાં, મોના સિંહે હોરર કોમેડી ફિલ્મ ‘મુંજ્યા’માં તેના શાનદાર અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. હવે આ ફિલ્મની સફળતાનો આનંદ માણ્યા બાદ મોના સિંહ ફરી કામ પર પરત ફરી રહી છે. આ વખતે અભિનેત્રી આમિર ખાન પ્રોડક્શન દ્વારા નિર્મિત તેના આગામી પ્રોજેક્ટમાં કામ કરવા માટે તૈયાર છે.મોના સિંહનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે અને તે આમિર ખાન પ્રોડક્શન્સ સાથેની તેની આગામી ફિલ્મ માટે તૈયાર છે. આ ત્રીજી વખત છે જ્યારે અભિનેત્રી મિસ્ટર પરફેક્શનિસ્ટ સાથે કામ કરી રહી છે અને તે તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. મોનાએ તાજેતરમાં જ તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘હેપ્પી પટેલ ડેન્જરસ ડિટેક્ટીવ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે, જેમાં તે પહેલા ક્યારેય ન જાયેલા અવતારમાં જાવા મળશે. મેકર્સે કહ્યું, ‘મોનાએ આમિર ખાન પ્રોડક્શન્સ સાથે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં તે ગેંગસ્ટરની ભૂમિકા ભજવવા જઈ રહી છે. આ ફિલ્મ તમને ડેલી બેલીના દિવસોની યાદ અપાવશે. મુંજ્યા પછી આ ફિલ્મ મોનાની બીજી કોમેડી એડવેન્ચર હશે. આ કોમેડી સાહસ તેની આમિર ખાન પ્રોડક્શન સાથેની હેટ્રિક છે.કોમેડી એડવેન્ચર ‘હેપ્પી પટેલ ડેન્જરસ ડિટેક્ટીવ’માં મોના સિંહ ગેંગસ્ટરની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ તમને ‘ડેલી બેલી’ના જમાનામાં લઈ જશે. ‘મુંજ્યા’માં લીડ રોલ કર્યા બાદ મોનાની આ આગામી કોમેડી ફિલ્મ છે. તમને જણાવી દઈએ કે, મોના સિંહને ‘જસ્સી જૈસી કોઈ નહીં’ના પાત્રથી ઓળખ મળી હતી. આ ટીવી શોમાં, મોના સિંહ એક સુંદર છોકરીની ભૂમિકામાં જાવા મળી હતી, જે અરમાન નામના વ્યÂક્તના પ્રેમમાં પડે છે, જે તેનો બોસ છે. આ પાત્ર અપૂર્વ અગ્નહોત્રીએ ભજવ્યું હતું.