દેશના ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે દેશને નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. આજે જસ્ટીસસ સંજીવ ખન્નાએ દેશના ૫૧માં ચીફ જસ્ટીસસ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને ૫૧મા સીજેઆઇના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જસ્ટીસસ સંજીવ ખન્નાએ જસ્ટીસસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લીધું છે. જસ્ટીસસ ચંદ્રચુડ રવિવારે નિવૃત્ત થયા.
જસ્ટીસસ ખન્નાનો કાર્યકાળ ૧૩ મે, ૨૦૨૫ સુધી ચાલશે. જાન્યુઆરી ૨૦૧૯થી સુપ્રીમ કોર્ટના જજ તરીકે ફરજ બજાવતા જસ્ટીસસ સંજીવ ખન્નાએ ઘણા મોટા કેસોની સુનાવણી કરી છે. જસ્ટીસસ ખન્ના ઈફસ્ની વિશ્વસનીયતા જાળવવા, ચૂંટણી બોન્ડ સ્કીમને રદ કરવા, કલમ ૩૭૦ હટાવવા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા જેવા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોનો ભાગ રહ્યા છે.
જસ્ટીસસ સંજીવ ખન્નાનો જન્મ ૧૪ મે ૧૯૬૦ના રોજ થયો હતો. તેઓ વર્ષ ૧૯૮૩માં દિલ્હી બાર કાઉન્સીલમાં વકીલ તરીકે નોંધાયેલા હતા. ૨૦૦૪ માં, તેમની દિલ્હી માટે સ્ટેન્ડીંગ કાઉન્સેલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ૨૦૦૫માં તેઓ દિલ્હી હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા અને ૨૦૦૬માં કાયમી જજ બન્યા.આ પછી, ૧૮ જાન્યુઆરી, ૨૦૧૯ ના રોજ, તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપવામાં આવી. તેમની નિવૃત્તિ ૧૩ મે ૨૦૨૫ના રોજ છે.
તમને જણાવી દઈએ કે જસ્ટીસસ સંજીવ ખન્ના દિલ્હીના એક પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટીસસ દેવ રાજ ખન્નાના પુત્ર અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એચ આર ખન્નાના ભત્રીજા છે. તેમણે પડતર કેસોને ઘટાડવા અને ન્યાયની ડિલિવરી ઝડપી બનાવવા પર ભાર મૂક્યો છે.