અમરેલી જિલ્લામાંથી સગીરાને લગ્નની લાલચે ભગાડી જવાનો સિલસિલો યથાવત છે. ચિતલ મુકામે રહેતી એક સગીરાને જસવંતગઢપરાનો યુવક ભગાડી ગયો હતો. જેને લઈ સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. સંદિપ ચંદુભાઈ આલગીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી તેમની સગીર પુત્રીને લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે ગંદુ કામ કરવાની ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોબેશનરી આઈપીએસ ગૌરવ અગ્રવાલ વધુ તપાસ કરી રહ્યા છે.