અમરેલી એસપીએ લોકસભા ચૂંટણી અંતર્ગત પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સૂચના આપી છે.
જેને લઈ જસવંતગઢના હરેશભાઈ મનજીભાઈ ચારોલીયા (ઉ.વ.૪૮) સામે અમરેલી જિલ્લામાંથી એક વર્ષની મુદ્દત માટે હદપાર કરવામાં આવ્યો હતો. આ કામગીરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ આર.જી.ચૌહાણ, એએસઆઈ જયરાજભાઈ વાળા, એએસઆઈ રમેશભાઈ વાળા, હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ વાણીયા, પોલીસ કોન્સ્ટેબલ કૌશિકભાઈ ટીલાવત દ્વારા કરવામાં આવી હતી.