આઇપીએલ ૨૦૨૫ માં, ૧૩ એપ્રિલના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી, જેમાં સ્ૈં એ ૧૨ રને જીત મેળવી હતી. આ મેચ દરમિયાન જસપ્રીત બુમરાહ અને કરુણ નાયર વચ્ચે મોટો વિવાદ જાવા મળ્યો. જ્યારે દિલ્હી કેપિટલ્સના બેટ્‌સમેન કરુણ નાયર બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમણે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની એક ઓવરમાં ૧૮ રન બનાવ્યા હતા. બુમરાહની આ ઓવરમાં નાયરે ૨ છગ્ગા અને ૧ ચોગ્ગો ફટકાર્યો. માર ખાધા બાદ બુમરાહ કરુણ નાયર સાથે દલીલમાં ઉતર્યો. બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ.
હકીકતમાં, તે ઓવરના છેલ્લા બોલ પર, જ્યારે નાયર બે રન લેવા દોડી રહ્યો હતો, ત્યારે તે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રહેલા જસપ્રીત બુમરાહ સાથે અથડાઈ ગયો. જાકે, નાયરે આ માટે બુમરાહની માફી પણ માંગી હતી. પરંતુ જ્યારે સમય પૂરો થયો, ત્યારે બુમરાહ તેની ટીમથી દૂર આવ્યો અને કરુણ નાયર સાથે વાત કરતો જાવા મળ્યો. આ દરમિયાન, હાર્દિક પંડ્યા બંને વચ્ચે મધ્યસ્થી કરતો જાવા મળ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ દરમિયાન, દિલ્હી કેપિટલ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, મેચ સમાપ્ત થયા પછી જસપ્રીત બુમરાહ અને કરુણ નાયર એકબીજાને ગળે લગાવતા જાવા મળે છે. વીડિયોમાં જાઈ શકાય છે કે પહેલા બંનેએ હાથ મિલાવ્યા અને પછી એકબીજાને ગળે લગાવ્યા. આ પછી બંને વચ્ચે થોડી વાતચીત પણ થઈ. વીડિયો જાઈને એવું લાગે છે કે બંને ખેલાડીઓ વચ્ચેની બધી ફરિયાદો હવે દૂર થઈ ગઈ છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘બધું બરાબર છે ભાઈ.’
લાંબા સમય પછી આઇપીએલમાં વાપસી કરતા કરુણ નાયરએ દિલ્હી કેપિટલ્સ માટે આઇપીએલના ઇતિહાસની શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક રમી. દિલ્હી તરફથી, ૨૦૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતા, તેણે ૪૦ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૮૯ રન બનાવ્યા. જાકે, આ ઇનિંગ ટીમને જીત અપાવવામાં મદદ કરી શકી નહીં. કરુણે મેચ પછી કહ્યું કે તે મેચ જીતવા માટે રમે છે તેથી તે નિરાશ છે અને આપણે ગમે તેટલો સ્કોર કરીએ તો ટીમ જીતી ન જાય તો તેનો કોઈ અર્થ નથી.