હાલ વરસાદી માહોલ હોય અને હવામાન વિભાગ તરફથી પણ આગામી ર૦ તારીખ સુધી વરસાદ, માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે જસદણ માર્કેટયાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ તા.૧૬ થી ર૦ સુધી જ માલ માર્કેટયાર્ડમાં ઉતારવા દેવામાં આવશે તેમાં તા. ૧૯ ને રવિવારના રોજ કોઈપણ જણસી માર્કેટયાર્ડમાં ઉતારવા દેવામાં આવશે નહિ. દરેક જણસી શેડમાં જ ઉતારવા દેવામાં આવશે, દરેક જણસીને ઢાંકીને અને ઢાંકવાની વ્યવસ્થા સાથે ફરજિયાતપણે માર્કેટયાર્ડમાં લાવવાની રહેશે અને આ અંગેની જાણ દરેક કમિશન એજન્ટ ભાઈઓએ પોતપોતાના ખેડૂતભાઈઓને કરી દેવા સૂચના આપવામાં આવી છે.