તાજેતરમાં મહિલા દિને જ રાજકોટ જિલ્લા મહિલા મંડળના પ્રમુખ તથા જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, વર્તમાન કોર્પોરેટર અને રામધામના મહિલા મોરચાના પ્રમુખ અને રઘુવંશી અગ્રણી સોનલબેન (માધવીબેન) વસાણી સાથે ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરાએ અપમાનજનક શબ્દની વાણીનો ઉપયોગ કરતા વાંકાનેર લોહાણા મહાજન, વાંકાનેર લોહાણા યુવક મંડળ તથા રઘુવંશી સોશ્યલ ગ્રુપમાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. વાંકાનેર લોહાણા સમાજ સ્થાપના કાળથી સત્તાની મોહ-માયા વગર ભાજપ સાથે અને ભાજપની વિચારધારા સાથે જોડાયેલ રહ્યો છે. ત્યારે આવા વાણી વિલાસનો ઉપયોગ કરતા નેતાઓને ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ ગંભીર નોંધ લઈ વાણી પર નિયંત્રણ રાખવા સૂચના આપે તેવી વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઈ મોદી, ઉ.પ્રમુખ રમેશભાઈ અખેણી દ્વારા સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.