જસદણ પંથકમાં ર૦ મહિના બાદ ધોરણ ૧ થી પના ઓફલાઈન વર્ગોનો પ્રારંભ થતા બાળકો અનેરા ઉત્સાહ સાથે સ્કૂલે પહોચ્યાં હતા. ત્યારે પંથકની દરેક શાળાઓમાં શાળા પરિવાર દ્વારા કંકુનો ચાંદલો કરી વિદ્યાર્થી બાળકોને મોઢું મીઠું કરાવી આવકારવામાં આવ્યા હતા. શિક્ષણ કાર્યની શરૂઆતના પગલે દરેક સ્કૂલોમાં કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે અભ્યાસુ બાળકે જણાવ્યું હતું કે, અમને ઓનલાઈન કરતા ઓફલાઈન ભણવાની વધારે મજા આવે છે. ર૦ મહિના સુધી ઓનલાઈન ભણ્યા બાદ હવે સરકાર દ્વારા સ્કૂલ શરૂ કરવાની મંજૂરી આપતા હવે અમારો અભ્યાસક્રમ સારી રીતે આગળ વધશે.