જસદણના ગોખલાણા ગામ પાસે યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. પ્રાપ્ત વિગત મુજબ જસદણના ગોખલાણા ગામે રહેતો સંજય ગોબરભાઇ ખેતરીયા (ઉ.વ.૨૨) પોતાના ઘરેથી કામે જવાનું કહીને નીકળ્યા બાદ ગામ નજીક રોડ પર તેણે ઝેરી દવા પી લીધી હતી. બાદ તેણે તેના કૌટુંબીક ભાઇને પોતે દવા પીધી હોવાની જાણ કરતા કૌટુંબીક ભાઇ દોડી આવ્યો હતો અને તેને સારવારમાં ખસેડ્‌યો હતો. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક સંજય ત્રણ ભાઇ અને બે બહેનમાં ચોથા નંબરનો હતો. તે પ્લમ્બીંગ કામ કરતો હતો. યુવાનના આપઘાત પાછળ પ્રેમકરણ કારણભુત હોવાની તેના પિતાએ શંકા વ્યકત કરી છે. આ અંગે જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.