છોટે જલારામ તરીકે ખ્યાતી પામનાર જસદણના પ.પૂ.સંત હરિરામબાપાની સાતમી પુણ્યતિથિ નિમિત્તે આગામી તા.૨૮ અને તા.૨૯ એમ બે દિવસ જસદણ ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જસદણના હરિભક્ત માધાભાઈ નાનજીભાઈ હિરપરા(માધાભગત) પરિવાર દ્વારા પોલારપર રોડ પર આવેલ ચાચુડી વાડી ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં શ્રીરામ ચરિત્ર માનસ, પૂજાવિધિ, ગુરૂ મહિમા પ્રવચન સહિતના વિવિધ કાર્યક્રમો બે દિવસ યોજાશે. જેથી દરેક હરિભક્તોને આ કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજક દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.