જસદણમાં નવા બસસ્ટેન્ડ નજીક કૈલાશનગર વિસ્તારમાં આવેલ જીવન જ્યોત હોસ્પિટલ ખાતે રાજકોટના હ્રદયરોગના નિષ્ણાંત તબીબ ડો.હર્ષ આર.ધોણીયા દ્વારા આગામી તા.૧૪ને ગુરૂવારે સાંજના ૪થી૬ વાગ્યા સુધી દર્દીઓ માટે ફ્રી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જસદણની જીવન જ્યોત હોસ્પિટલના તબીબો ડો.રીંકલબેન સામાણી અને ડો.કુશલ સામાણી પણ જોડાશે. વધુમાં રાજકોટના Ìદયરોગના નિષ્ણાંત તબીબ ડો.હર્ષ આર.ધોણીયા દ્વારા દર મહિનાના બીજા ગુરૂવારે જસદણના દર્દીઓ માટે ફ્રી નિદાન-સારવાર કેમ્પ કરવામાં આવશે. જેથી આ ફ્રી નિદાન કેમ્પનો Ìદયરોગના દર્દીઓ વધુમાં વધુ લાભ મેળવે તેવો અનુરોધ કરાયો છે.