જસદણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્નેહમિલન સમારોહ અને તુલસી વિવાહ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાએ ઉપસ્થિત રહી સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી અને કાર્યકરો સાથે સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, જસદણ શહેરના પ્રભારી દિનેશભાઈ અમૃતિયા, તાલુકા પ્રભારી મનોજભાઈ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ અંકિતભાઈ રામાણી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ છાયાણી તેમજ અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. કાર્યકરો તથા આગેવાનો દ્વારા સાકાર તુલા કરીને મંત્રીનું સન્માન કરાયું હતું.










































