અટલ બિહારી બાજપાઈના જન્મદિન નિમિત્તે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે જસદણ ખાતે જસદણ ભાજપ મેડીકલ સેલ દ્વારા નિઃશુલ્ક બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ સુશાસન દિવસની માહિતી આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા ડો.કેતનભાઈ પટેલ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.