રાજકોટના અગ્નિકાંડમાં
મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે જસદણમાં શ્રદ્ધાંજલિનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો. જસદણમાં જીવદયા ગ્રુપ દ્વારા શહેરના ટાવર ચોકમાં વાજસુરેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજાયો હતો. મીણબત્તી પ્રજવલિત કરીને
મૃતકોને અંજલી આપવામાં આવી હતી. આ પ્રસંગે દીપકભાઈ વાઘેલા, અનિલભાઈ મકાણી, પ્રેમજીભાઈ રાજપરા, અશોકભાઈ મહેતા, વિજયભાઈ રાજપૂત, સુરેશભાઈ ધોળકિયા, મેહુલભાઈ સંઘવી, વલ્લભભાઈ હિરપરા, અમરસિંહભાઈ રાઠોડ, દર્શનભાઈ પ્રજાપતિ, સચિનભાઈ ભટ્ટ, વિજયભાઈ ભરતભાઈ ડાભી, મનસુખભાઈ સાનેપરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.