જસદણમાં આટકોટ રોડ બાયપાસ સર્કલ પાસે આવેલી પાનેતર હોટલ સામે સાંજના સુમારે જ ડાયમંડના કારખાનામાં મજૂરીકામ કરી પગપાળા ઘરે જતી બે યુવતીઓને એક અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા બન્ને યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની ઘટના બનતા સેવાભાવી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બન્ને યુવતીને સારવાર અર્થે ખસેડી હતી.
જેમાં એક યુવતીને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. જ્યારે બીજી યુવતીને ફ્રેકચર જેવી ગંભીર ઈજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.