અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ન્યુ દિલ્હીના ગુજરાત પ્રદેશ પ્રમુખ નિલેશભાઈ જોશી અને પ્રદેશ મહામંત્રી દુષ્યંતસિંહ રાજ દ્વારા જસદણ પંથકમાં વિવિધ ક્ષેત્રે લોક ઉપયોગી કાર્યોમાં પ્રશંસનીય સક્રિયતા દાખવનાર જસદણ-વિંછીયા તાલુકાના પ્રમુખ પદે મેહુલભાઈ સંઘવી, ઉપપ્રમુખ પદે વલ્લભભાઈ જીંજુવાડીયા તેમજ અન્ય હોદ્દેદારોમાં હસમુખભાઈ મકવાણા, દિલીપભાઈ બલભદ્ર, રમેશભાઈ જેસાણી , હિતેશભાઈ જોશી, વિજયભાઈ રાઠોડ, અશોકભાઈ ઠકરાળ, હર્ષાબેન ચાવડા, પ્રકાશભાઈ પ્રજાપતિ, પિયુષભાઈ વાજા, સુરેશભાઈ ધોળકીયા, પ્રવિણભાઈ ચોલેરા અને તરૂણભાઈ પરમારની નિમણૂંક કરવામાં આવી છે. બિનરાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થા તરીકે સમગ્ર દેશમાં સક્રિયતાથી કાર્યરત અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા સમગ્ર દેશમાં માનવ અપરાધો પર રોક લગાવવા અને માનવ અધિકાર પ્રત્યે સામાન્ય જનતાને જાગૃત કરવા તેમજ લોક ઉપયોગી કાર્યો અને સેવાકીય કાર્યોમાં સંસ્થા સમગ્ર દેશમાં પ્રસંશનીય કાર્ય કરી રહી છે.