જસદણના વિંછીયા રોડ પર બે કાર અને એક બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અચાનક એક કારના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવી બેસતા સામેથી આવતી બાઈક અને જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલની કાર સાથે ધડાકાભેર અથડાયા બાદ કાર રોડની સાઈડમાં રહેલ વોંકળામાં ખાબકી હતી. જોકે આ અકસ્માતના બનાવમાં બાઈક સવારને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે ભોળાભાઈ ગોહિલ અને અકસ્માતે વોંકળામાં ખાબકેલ કારના ચાલક તેમજ કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. બાદમાં ઈજાગ્રસ્ત બાઈક ચાલકને તાત્કાલિક જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.