જસદણના રાણીંગપર ગામની સીમમાંથી એક શખ્સને ભાડલા પોલીસે જામગરી બંદૂક સાથે દબોચી લઇ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બંદૂક સાથે ઝડપાયેલ શખ્સે પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે, પિતાના સમયનું હથિયાર રોઝડા ભગાડવા માટે રાખ્યું છે. ઘુસાભાઇ ભુરાભાઇ સોમાણી (ઉ.વ.૬૩) નામના વૃદ્ધ બંદૂક સાથે ઝડપાતા પોલીસે બંદૂક કબજે કરી તેની અટકાયત કરી હતી. વૃદ્ધ સામે ગુનો દાખલ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.