ઓળખ પરેડમાં આરોપીને ઓળખવાની ના પાડનાર જસદણના યુવાન ઉપર મહિલા સહિત પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો. જસદણમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા તૃષિત ભરતભાઈ ધોરડાએ આરોપી તેજસ ભરતભાઈ રાઠોડ, તેજસનો કૌટુંબિક ભાઈ લાલો, લાલાનો ભાઈ, તેજસના મમ્મી અને તેજસના કાકા ભરતભાઈ (રહે-તમામ જસદણ) સામે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી તેજસના ભાઈનું સુરત ખાતે ખૂન થયું હોય તેમાં ફરિયાદીએ બનાવ નજરે જોયો ન હોય અને ફરિયાદી ઓળખ પરેડમાં ઓળખી ન શકતા તેનો ખાર રાખી આરોપીઓએ લાકડી વડે હુમલો કરી તેમજ ઢીકાપાટુનો માર મારી ઈજા કરી હતી. જસદણ પોલીસે ઉકત પાંચેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.