રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા લાલપરી વિસ્તારમાં રહેતા વિપુલ અરજણભાઈ વિકાણી નામનો ૩૭ વર્ષનો યુવાન જસદણના જંગવડ ગામના કારખાનામાં સવારના દસેક વાગ્યાના અરસામાં ભંગાર વિણતો હતો ત્યારે તેને ઝેરી સાપે ડંખ માર્યો હતો. તેનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ હતી. વિપુલ વિકાણીને બે ભાઈ અને એક બહેન છે અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. વિપુલ વિકાણી ભંગારનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.