જસદણ તાલુકાના કોઠી ગામે રહેતા અને ખેતીકામ કરતા બાબુભાઈ માવજીભાઈ હંડા(ઉ.વ.૩૫) નામના યુવાને છગનભાઈ નરશીભાઈ વાવડીયા, વિપુલ છગન વાવડીયા, રાજુ છગન, છગનના પત્ની અને વિપુલની પત્ની વિરૂધ્ધ જસદણ પોલીસમાં હુમલાની ફરિયાદ નોંધાવી છે. બાબુભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારી વાડીમાં પત્ની અસ્મિતા સાથે ખેતીનું કામ કરતો હતો. તે દરમિયાન આરોપીઓએ વાડીમાં લઘુશંકા કરવા મામલે બોલાચાલી કરી પાઈપ વડે આડેધડ ઘા ઝીંકી ફ્રેકચર જેવી ગંભીર ઈજા કરી હતી. જ્યારે અન્ય આરોપીઓએ લાકડી વડે અને ઢીકાપાટુનો મારમારી ઈજા કરી હતી. બાદમાં પત્ની અસ્મિતાબેનને પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો. જેથી અમોને શરીરે ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.