જસદણ તાલુકાના કોઠી ગામે આગામી ૨૦ ઓગષ્ટ, ગુરુવારે સવારે ૯થી બપોરે ૧ વાગ્યા સુધી ખેતલીયા દાદાના મંદિર ખાતે વિનામૂલ્યે દંત ચિકિત્સા અને દાંતની બત્રીસીનો કેમ્પ યોજાશે. વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ તથા ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન રાજકોટના સહયોગથી આ કેમ્પનું આયોજન કરાયું છે. કેમ્પમાં દાંત તથા પેઢાના રોગોનું નિદાન કરવામાં આવશે. જરૂરિયાતમંદ દર્દીઓને આયુર્વેદની જાલંધર બંધ વિધિથી ઈન્જેક્શન વગર દાંત-દાઢ કાઢી આપવામાં આવશે અને વિનામૂલ્યે દવાઓ અપાશે. વૃધ્ધ દર્દીઓના સ્થળ પર જ માપ લઈ વિનામૂલ્યે દાંતની બત્રીસી બનાવી આપવામાં આવશે. લાભ લેવા મોનિકા ભટ્ટ અથવા જીતુભાઈ પુજારીનો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.








































