જસદણ, તા.૧૭
જસદણ તાલુકાના કમળાપુર ગામે સાકરીયા પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના માંડવાનું તા.૧૯ ને રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કમળાપુર ગામે આવેલ પ્લોટમાં ઝુપડીવાડી સામે
આભાર – નિહારીકા રવિયા કમળાપુર-જસદણ રોડ પર રાખવામાં આવ્યું છે. માતાજીના માંડવામાં તા.૧૯ ને રવિવારે સવારે ૭-૩૦ કલાકે થાંભલી રોપવાનું મુહૂર્ત, સવારે ૯-૩૦ કલાકે માતાજીના સામૈયા, સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધી અને રાત્રે ૮થી સવારે ૫ વાગ્યા સુધી ડાક-ડમરૂ, સાંજે ૫ થી ૭ કલાક સુધી રાસ-ગરબા, બપોરે ૧૧ કલાકે મહાપ્રસાદ, સાંજે ૬ કલાકે મહાપ્રસાદ અને તા.૨૦ ને સોમવારે સવારે ૫ કલાકે થાંભલી વધાવવાનું મુહૂર્ત સહિતના ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે.