જશવંતગઢ ગામે રહેતા એક પ્રૌઢ સાથે ચિતલના એક યુવકે બાઇક અથડાવી હતી. જેથી તેમણે ભાઈ ગાડી જોઈને ચલાવ કહેતા તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને ગાળો આપી લોખંડના પાઇપના ઘા માર્યા હતા. જેને લઈ વલ્લભભાઈ ખીમજીભાઈ અસલાલીયા (ઉ.વ.૭૦)એ ચિતલ ખાતે રહેતા મેહુલ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ભાઈબીજના દિવસે બપોરે બે વાગ્યાની આસપાસ વલ્લભાઈ તેમની સાઇકલ લઇને જતા હતા ત્યારે આરોપીએ તેમની સાથે અથડાવી હતી. જેથી તેમણે તેની પાસે જઈને ભાઈ ગાડી જોઈને ચલાવો તેમ કહ્યું હતું. જેથી તે બાઇક પર નીચે ઉતરી લોખંડનો પાઇપ કાઢી ગાળો આપવા લાગતા તેમણે ભૂંડા ન બોલવા કહ્યું હતું. જે બાદ તેણે માથામાં લોખંડના પાઇપના ઘા મારતાં લોહી નીકળતું બંધ કરવા ૧૫ ટાંકા લેવા પડ્‌યા હતા. ઉપરાંત ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો.