અમરેલી,તા.૧૯
અમરેલી તાલુકાના જશવંતગઢ ગામે સ્વ.કાંતાબેન દેસાઈનાં નિધન બાદ લાલજીભાઈ, ભરતભાઈ, હસુભાઈ દેસાઈ તથા પરિવારજનો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગ અને દેસાઈ પરિવાર દ્વારા સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓની તપાસ અને દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયુ હતું. રકતદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યુ હતું. જેમાં સરહદ પર ફરજ બજાવતા રાહુલભાઈ દેસાઈ તરફથી તમામ રકતદાતાઓને પક્ષીઘર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે સતાધારના મહંત વિજયબાપુ, ભનુભાઈ દેસાઈ, દકુભાઈ ભુવા, અશોકભાઈ માંગરોળીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.