જવાહર નવોદય વિદ્યાલય-મોટા ભંડારીયા ખાતે ધોરણ ૬ માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષા વર્ષ ર૦રર-ર૩ની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેમાં તા.૧-૧૦ થી તા.૩૦-૧૧ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જેની પ્રવેશ પરીક્ષા તા.૩૦-૦૪-ર૦રરના રોજ સવારે ૧૧ઃ૩૦ કલાકે નિર્ધારિત કરવામાં આવી છે. જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે ર૦ર૧-રરમાં ધો.પમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવેદન કરી શકે છે. તથા ઓનલાઈન ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓનો તા.૦૧-૦પ-ર૦૦૯ પહેલા અને તા.૩૦-૦૪-ર૦૧૩ પછી જન્મ થયેલ હોવો જાઈએ. ઓનલાઈન ફોર્મ ભરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ જવાહર નવોદયની વેબસાઈટ પરથી ભરી શકશે. તેમ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય વિજયકુમાર બોસની યાદીમાં જણાવાયું છે.