પોતાના સંતાનોને જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરાવવા માટે મોટાભાગના વાલીઓ મહેનત કરતા હોય છે. જેના માટે જવાહર નવોદય વિદ્યાલય, મોટા ભંડારિયા, અમરેલીના આચાર્યની યાદી જણાવે છે કે, ધોરણ ૫ માં પ્રવેશ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરવાનો શુભારંભ થઇ ગયો છે તો જ.ન.વિ. પ્રવેશ પરીક્ષા ૨૦૨૫– ૨૬, ધોરણ-૫ માટે ઓનલાઇન ફોર્મ ભરાઈ રહ્યા છે તો લાગતા વળગતા વિદ્યાર્થી, વાલીઓ, માધ્યમિક શાળાના આચાર્યો, પ્રાથમિક શાળાના આચાર્યો તેની નોંધ લે. વિદ્યાર્થીઓ ફોર્મ ઓનલાઇન ભરી શકાશે. જે અંગેની વિગત નીચે પ્રમાણે છે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખઃ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ રહેશે. નવોદય પ્રવેશની પરીક્ષા ૧૮ જાન્યુઆરી ૨૦૨૫ સમય૧૧ઃ૩૦
(૧૮/૦૧/૨૦૨૫)ના રોજ નિર્ધારિત કરવામાં આવેલ છે. આ માટે ધોરણ-૫ માં સત્ર ૨૦૨૪-૨૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવેદન કરી શકે છે. ઓનલાઈન ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓની જન્મ તારીખ ૦૧.૦૫.૨૦૧૩થી ૩૧.૦૭.૨૦૧૫ (બન્ને સંલગ્ન સમિલિત) આધારિત થતી હોવી જોઈએ. ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા વિદ્યાર્થીઓ આ લિંક પર જઈ ફોર્મ ભરી શકે છે. ુુ.હટ્ઠvર્ઙ્ઘટ્ઠઅટ્ઠ.ર્ખ્તv.ૈહ આ સંપૂર્ણ આવાસી વિદ્યાલય છે. તેમાં સી.બી.એસ.સી નો કોર્સ ચાલે છે. તો જે વિદ્યાર્થી ધોરણ ૫ માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઇ ગઈ હોવાથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. આ સંપૂર્ણ આવાસી વિદ્યાલય છે, તો લાગતા – વળગતા વિદ્યાર્થીઓ, વાલીઓ, આચાર્ય વિશેષ નોંધ લે તેમ નવોદય વિદ્યાલય આચાર્ય વિજયકુમાર બોસની યાદીમાં જણાવવામાં આવ્યું છે.