રવિના અર્જુનની પડખે બેસી ગઇ. અર્જુન પથારીમાં સૂતો હતો એમાંથી અડધો બેઠો થઇ ગયોઃ ‘અરે, મા અને બહેન અચાનક આવી ચડશે, તો ?’ ‘તો ? તો શું ?’ રવિના કામૂક ઘેરૂ હસી: ‘ તો આટલું બધું ગભરાઇ જવાનું ? અરે, આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ.’ પોતાની મોટી મોટી આંખો અર્જુનની આંખોમાં ડૂબાડતા રવિના મારકણું હસી: “અને હવે તો મેં મારૂં સર્વસ્વ પણ તમને અર્પણ કરી દીધું. પછી કોનો ડર ? કદાચ મા આવી જાય તો ય આપણે ન કહી શકીએ કે ? ”
જવાબમાં અર્જુને રવિનાના મોઢા આડો હાથ દઇ દીધો: “ધીમે બોલ, બાજુનાં રૂમમાં સભળાતું હશે.” અને અર્જુનના કપાળ ઉપર અચાનક પરસેવો ફૂટી નીકળ્યો. રવિનાએ તેની નોંધ લીધી. એટલે એ વધારે ઝૂકી. અર્જુને તેને આધી હડસેલવા પ્રયત્ન કર્યો પણ રવિનાએ અર્જુનની કરકરી દાઢી પર ચૂમી ભરી લેતા પોતાના બન્ને હાથ અર્જુનની બાહુ ફરતે વિંટાળતા કહ્યું: “ ચિંતા ન કરો, બા અને અનિતા બાપુ નીકળ્યા પછી સૂઇ ગયા છે !”
અર્જુનના શ્વાસમાં રવિનાના ગરમ ગરમ શ્વાસ ભળી ગયા.

રૂદ્રવિજયસિંહ કાર લઇને બહાર નીકળ્યા તેમની કાર પોલીસ સ્ટેશનની સામેથી જ પસાર થતી હતી કે, આઉટ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ખુરશી નાખીને માત્ર પેન્ટ અને બનિયનભર એક તેજસ્વી યુવાન ખુરશી નાખીને બેઠેલો તેમણે જાયો. પડખે જીપ પડી હતી. રૂદ્રવિજયસિંહે અચાનક કાર થોભાવી. ડ્રાયવરે કાર ઊભી રાખી એટલે રૂદ્રવિજયસિંહ તેમની સામે આવીને નમસ્કારની મુદ્રામાં બે હાથ જાડયા: “આપ, અહીંયા ?” અને પછી પોતાની ઓળખાણ આપતા કહ્યું: “હું રૂદ્રવિજયસિંહ, નિવૃત જમાદાર, મારો દીકરો અહીં જાબ કરે છે.” “નાઇસ ટુ મીટ યુ અંકલ.” યુવાન પોતાનો જમણો હાથ લંબાવતા ખુરશી ઉપરથી ઊભો થઇ જતા બોલ્યો:: “ માય નેમ અજયસિંહ રાજપુત. અહીં ઇન્સ્પેક્ટર તરીકે આવ્યો છું. ન્યુલી એપાઇન્ટ…” અને પછી બન્ને હાથથી ખુરશી રૂદ્રવિજયસિંહ તરફ લંબાવતા કહે: “બેસો, બેસો.”
“અરે પણ આપ…” રૂદ્રવિજયસિંહ વિનયપૂર્વક ઇનકાર કરતા કહ્યું ઃ “હું જસ્ટ નીકળ્યો તો મેં આપને જાયા મને થયું કે કોઇ આવ્યું લાગે છે. અત્યાર સુધી તો લગભગ આ જગ્યા ખાલી જ હતી.”
હા.” અજયસિંહ અંદરથી બીજી ખુરશી બહાર લાવતા બોલ્યો ઃ “ ધીમે ધીમે ક્રાઇમ રેઇટ વધતો જાય છે. આ એરિયામાં એક બે લૂંટમાર ગેંગ એકટિવ થઇ ગઈ છે. થોડા દિવસ પહેલા હોલીંગ એરિયામાં અચાનક ચાર પાંચ કાર લૂંટાઇ, એક – બે અપહરણ પણ થયા. પરમ દિવસે એક પેટ્રોલપંપ ઉપર ગુંડા ટોળકી ત્રાટકી હતી. વળી પેટ્રોલીંગ વખતે અમે નીકળ્યા તો રહી ગઈ એટલે જગ્યા પૂરાઇ અને હું અહીં હાજર થયો.”
“વેરી ગુડ” ઇન્દ્રવિજયસિંહે ખુરશી ઉપર બેસતા રાજીપો વ્યકત કર્યો. ત્યાં જ ચાવાળો ચા
લઇને આવ્યો. ચા પાણી પીને બન્ને જણા વાતોએ વળગ્યા. પોલીસ ખાતાના કંઇ કેટલાયે અનુભવો રૂદ્રવિજયસિંહે શેર કર્યા. છુટા પડતી વખતે ઇન્સ્પેકટર અજયે રૂદ્રવિજયસિંહને હૃદયના ઉમળકાથી આમંત્રણ આપતા કહ્યું ઃ “તમારી સાથે વાત કરવાની ખુબ મજા આવી સર. તમે અહીં આવો ત્યારે ચોક્કસ મળતા રહેજા. મને પણ નવુ નવુ જાણવાનું મળશે!. “ચોક્કસ સર.” રૂદ્રવિજયસિંહે અજયનો હાથ પોતાના હાથમાં ઢબૂરી લેતા કહ્યું ઃ “મને પણ ખૂબ ગમ્યું સર.“ સર નહીં,” અજયે હસીને કહ્યું ઃ “હવે માત્ર અજય કહેશો.”. “ઓકે બસ, બટ નેકસ્ટ ટાઇમથી…” તેના ચહેરા ઉપર વાત્સલ્ય ભર્યો હાથ ફેરવતા રૂદ્રવિજયસિંહ ખુશ થતા છુટ્ટા પડયા.
પાંચ મિનિટે સુધી અર્જુન સાથે પ્રણય ચેષ્ટા કરતી કરતી રવિના, અર્જુનના આગ્રહથી પરાણે છુટ્ટી પડી ત્યાર પછી તેનું મગજ એક ચોક્કસ ગણતરી સાથે વિચાર કરતુ હતું. અર્જુને સાશંક બની “તને વોમીટ કેમ થયું હતું ?” ના જવાબમાં રવિનાએ કહ્યું હતું. “મને શું ખબર, એની તમને ખબર.” કહી આંખનો ઉલાળો કર્યો હતો.
“હું તો ડરી ગયો હતો યાર.” અર્જુને હૈયાની વાત ઓકી નાખતા કહી દીધું: “નહીંને ક્યાંક…”
“એવું ય હોય… મને શું ખબર ? ” ડોકને ઝટકો આપીને રવિનાએ આંખમાં આંખ નાખી કહ્યું ઃ “એ તો ડોકટરને ખબર પડે કાલ પરમ દિવસ તમને જાવા આવ્યા હતા એની પાસે જ તો બાપુ મારી ઉલટીની દવા લેવા ગયા હતા.”
“અરે બાપુ તો મેડિકલમાંથી દવા લાવ્યા. ભવનસાહેબ તો મસૂરી ટ્રેનીંગમાં ચાલ્યા ગયા છે, એક મહિના પછી આવશે.” “તો અહીંયા બીજા કયા ડોક્ટર છે ? ” રવિનાએ અર્જુનનાં ગાલ ખેંચીને પૂછયું : “ફરી વખત મને આવું થાય તો હવે તો ડોકટર પાસે જ જવુ પડશે.”
“ડોકટર માથુર છે. એક ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.” રવિનાની પૂર્વ નિર્ધારીત મંડાતી જતી ગણતરી સામે અર્જુને બાલિશતાથી જવાબ આપ્યો ઃ “દરદ માં તે જ હોય, પહેલા એ રિપોર્ટ જ તૈયાર કરાવે. બાકી બીજી વાત.”
“એવું છે ? ” રવિનાએ ઝૂકી જઇને અર્જુનને ચૂંબન કરી લેતા કહ્યું ઃ “ તો તો મારે રિપોર્ટ જ કરાવવો પડશે” અને પછી અર્જુનના હડસેલાથી ઊભી થતી થતી હસતી હસતી, રૂમઝુમ કરતી બહાર નીકળી ગઇ…! અર્જુન તેની પીઠના વળાંકને અને નિતંબને તાકી રહ્યો. અંદરથી પુરૂષાતન જાગી ઉઠ્યું… આ તો રાજેશ્વરીબા અને અનિતા ઘરે હતા નહીંતર તો એણે…

ઓફિસમાં બેઠા બેઠા દત્તા વિચારમાં પડી ગયા હતા. અર્જુનનું આખી રાત બહાર રહેવું… અઠવાડિયાથી ગૂમસૂમ થઇ જવું..પોતાની કોઇ અલગ દુનિયામાં ખોવાઇ જવું અને પછી વોમીટીંગ, ડોકટરનું નિદાન અને પછી પ્રશ્નાર્થો…પ્રશ્નાર્થો…!
દત્તા વિચારમાં પડી ગયો હતો કે કઇંક તો દાળમાં કાળુ છે બાકી, અર્જુન જેવો સ્ટ્રેઇટ ફોરવર્ડ માણસ કામ વગર કયાંય બહાર પણ જાય નહીં. અરે ચા પાણી પીવા કે ઘરના કામકાજેય પણ પાંચ પંદર મિનિટ બહાર નીકળે તોય પોતાને કહીને જાય તેને બદલે આખી રાત ઘરે કહ્યા વગર બહાર રહે એ વાત દત્તાને ગળે ઉતરી નહીં!! એણે મોબાઇલ હાથમાં લીધો અને વધુ વિગત જાણવા રૂદ્રવિજયસિંહને ફોન લગાડયો. ત્યાં જ ઓફિસનો લેન્ડ લાઇન ફોન રણકયો. સામેથી રૂદ્રવિજયસિંહના “હલ્લો, દત્તા સર, ફરમાવો…”ના જવાબમાં “બે મિનિટમાં ફરી કોલ કરૂં.” કહી મોબાઇલ ફોન કટ કરી દત્તાએ ઓફિસના લેન્ડલાઇન ફોનનું રિસિવર કાને લગાડતા કહ્યું: “ યસ, રામગઢ એસ.ટી. કંટ્રોલ રૂમ…”
“દત્તા સાહેબ બોલે છે ?” સામે છેડેથી પ્રશ્ન પૂછાયો.
“હા, હું દત્તા બોલુ છું. આપ કોણ ?”
“આપનો અને ખાસ તો અર્જુનસરનો હિતચિંતક બોલુ છું. એક વત કહેવી છે સર…”
“બોલો બોલો.” દત્તા સચેત થઇ ગયો ઃ “ જી ફરમાવો”
“આસપાસમાં કોઇ છે તો નહીંને ?”
“ના, ના હું એકલો જ છું, ટ્રસ્ટ મી કહો… ચિંતા ન કરો. “ તો તમને એક ઇન્ફોર્મેશન આપી દઉં. જે દિવસે અર્જુનસર ઘરે નહોતા પહોંચ્યા એ રાત્રે આખી રાત તેમનું બાઇક રાજમહેલના ચોગાનમાં બિનવારસી પડયું હતું અને ત્યાં અર્જુનસર નહોતા. વહેલી સવારે સાત વાગ્યે મેં તપાસ કરી તો બાઇક ગૂમ હતું, બસ, આટલી વાત કહેવાની છે સર…” દત્તા ઊંચો થઇ ગયો મનમાં એક ઘંટડી વાગવા માંડી. (ક્રમશઃ)