(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૭
બિહાર-બંગાળ બોર્ડર પાસે સોમવારે એક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી હતી. સિયાલદહ જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસ (૧૩૧૭૪)ને માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કાંજનજંગા એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત બાદ અફરાતફરી મચી ગઈ હતી. રેલવેની ટીમે તપાસ શરૂ કરી છે. આ અકસ્માત બાદ જૂના ઘા ફરી એકવાર લીલા થઈ ગયા છે. ગયા વર્ષે ૨ જૂને ઓડિશાના બાલાસોર જિલ્લામાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો, જેની યાદો તાજી થઈ ગઈ છે.આ પહેલા ક્યારે આવા અકસ્માતો થયા તે જાઇએ તો
૦૬ જૂન ૧૯૮૧ઃ આ તે દિવસ હતો જ્યારે બિહારમાં સૌથી ભયંકર ટ્રેન અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. પુલ ક્રોસ કરતી વખતે ટ્રેન બાગમતી નદીમાં પડી હતી. આ અકસ્માતમાં ૭૫૦ લોકોના મોત થયા હતા.
૨૦ ઓગસ્ટ ૧૯૯૫ઃ પુરુષોત્તમ એક્સપ્રેસ ફિરોઝાબાદ પાસે પાર્ક કરેલી કાલિંદી એક્સપ્રેસ સાથે અથડાઈ. આ અકસ્માતમાં મૃત્યુઆંક ૩૦૫ આસપાસ હતો.૨૬ નવેમ્બર ૧૯૯૮ઃ પંજાબના ખન્ના ખાતે જમ્મુ તાવી સિયાલદાહ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ અને ફ્રન્ટયર ગોલ્ડન ટેમ્પલ મેઈલના ત્રણ કોચ સાથે અથડાઈ. આ અકસ્માતમાં ૨૧૨ લોકોના મોત થયા હતા.૦૨ ઓગસ્ટ ૧૯૯૯ઃ બ્રહ્મપુત્રા મેલ ઉત્તર સરહદ રેલ્વેના કટિહાર ડિવિઝનના ગેસલ સ્ટેશન પર પાર્ક કરેલી અવધ આસામ એક્સપ્રેસ સાથે અથડાઈ, જેમાં ૨૮૫ લોકો માર્યા ગયા અને ૩૦૦ જેટલા ઘાયલ થયા.૨૦ નવેમ્બર ૨૦૧૬ઃ પુખરાયનમાં ઇન્દોર રાજેન્દ્ર નગર એક્સપ્રેસના ૧૪ ડબ્બા પાટા પરથી ઉતરી જતાં એક જીવલેણ અકસ્માત થયો, જેમાં ૧૫૨ લોકોના મોત થયા અને ૨૬૦ લોકો ઘાયલ થયા.
૦૯ નવેમ્બર ૨૦૦૨ઃ હાવડા-રાજધાની એક્સપ્રેસ રફીગંજમાં ધવે નદી પરના પુલ પર પલટી ગઈ, જેમાં ૧૪૦ લોકોના મોત થયા.૨૩ ડિસેમ્બર ૧૯૬૪ઃ રામેશ્વરમ ખાતે ચક્રવાતમાં પમ્બન ધનુષકોડી પેસેન્જર ટ્રેન ધોવાઈ જતાં ૧૨૬ મુસાફરો માર્યા ગયા હતા.૨૮ મે, ૨૦૧૦ઃ મુંબઈ જતી ટ્રેન ઝારગ્રામ નજીક પાટા પરથી ઉતરી ગઈ અને વિરુદ્ધ દિશામાંથી આવતી માલગાડી સાથે અથડાઈ. આ અકસ્માતમાં ૧૪૮ મુસાફરોના મોત થયા હતા.
૦૨ જૂન ૨૦૨૩ઃ બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને માલસામાન ટ્રેન વચ્ચે ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૩૩ લોકોના મોત થયા હતા. જ્યારે ૯૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ અકસ્માત આઝાદી પછીના સૌથી ભયંકર અકસ્માતોમાંનો એક હોવાનું કહેવાય છે.