જર્મનીમાં ઇન્ટરનેશનલ શૂટિંગ સપોર્ટ ફેડરેશનની સ્પર્ધામાં ૧૭૨ દેશોએ ભાગ લીધો હતો. જેમાં ભારતની પહેલી રેન્ક આવી હતી. ડેરીપીપરીયાની જેનીશા ગોધાણીએ ૨૬૦ મીટરની રેન્જમાં ૧૩૫ બુલેટનો ટાર્ગેટ કરીને ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના અને બગસરા તાલુકાના નાનકડા ગામ ડેરીપીપરીયાને વિશ્વ સ્તરે નામના અપાવી છે. ડેરીપીપરીયા ગામના વિપુલભાઈ ગોધાણીની પુત્રીએ જર્મનીમાં શૂટીંગ રાઈફલમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જેનીશાએ વિદેશમાં ડેરીપીપરીયાનું નામ રોશન કરતા બગસરા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ગોધાણી જેનીશા વિપુલભાઈનું બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપ ભાખરે સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.