પીએમ નરેન્દ્ર મોદીની ઓફિસના ટિવટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લઈને વિપક્ષના તમામ નેતાઓ સવાલો ઉઠાવી રહ્યા છે. તે જ સમયે, ભાજપના નેતાઓ તેની તરફેણમાં દેખાયા. આને લઈને ટિવટર પર રાજકીય લડાઈ શરૂ થઈ ગઈ છે. પીએમઓ દ્વારા આ વીડિયો એવા સમયે શેર કરવામાં આવ્યો છે જ્યારે પીએમ મોદી ત્રણ દિવસીય યુરોપ (૨ મેથી ૪ મે)ના પ્રવાસે છે.
હકીકતમાં, સોમવારે પીએમ મોદી જર્મની પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય સમુદાયના લોકોએ પૂરા ઉત્સાહ સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું. આ દરમિયાન કેટલાક લોકો ભગવા રંગના ધ્વજ સાથે નાચતા- ગાતા જાવા મળ્યા હતા. આ જ વીડિયો પીએમઓએ ટિવટર પર શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- ‘મ્ટ્ઠિહઙ્ઘીહહ્વેખ્તિ ય્ટ્ઠીં પર ભારતનો ફ્લેવર, એક નજરમાં જુઓ’
હવે તમામ વિપક્ષી નેતાઓ અને અન્ય લોકો આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ડા. શમા મોહમ્મદે પીએમઓના ટ્વીટને રિટ્વીટ કરીને પૂછ્યું- ‘તે કોનો ધ્વજ છે?’ તે જ સમયે નાગાલેન્ડ કોંગ્રેસના મહાસચિવ જીકે ઝિમોમીએ કહ્યું- ‘ક્યાં છે તિરંગો.’
કેરળ કોંગ્રેસના સત્તાવાર ટિવટર હેન્ડલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. કેરળ કોંગ્રેસે લખ્યું- ‘સર ભારતના વડાપ્રધાન, તમે વિદેશમાં દેશનું પ્રતિનિધિત્વ કરો છો, તમારે આ બકવાસને જાહેર કરવા માટે દેશની માફી માંગવી જાઈએ.’ બીજી તરફ, યુપી કોંગ્રેસના નેતા સદફ જાફરે કહ્યું- ‘તિરંગો સાચા ભારતનું ગૌરવ અને સ્વાદ છેપ’ આ મુદ્દે જાણીતા ઈતિહાસકાર ઈરફાન હબીબે કહ્યું- ‘શું આ ભારતીય તિરંગો છે?’ કોંગ્રેસના અન્ય રાષ્ટ્રીય પ્રવક્તા રાગિણી નાયકે લખ્યું- ‘આ ભારતનો રાષ્ટધ્વજ નથી, મોદીજી.’ કોંગ્રેસ નેતા ઈમરાન પ્રતાપગઢી લખે છે- ‘ભારતનો તિરંગો ક્યાં છે?’ તે જ સમયે, ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે પીએમઓના ટ્વીટને રીટ્વીટ કરીને લખ્યું – ‘ભારતીય ફ્લેવર્સ વિશ્વમાં દરેક જગ્યાએ જાઈ શકાય છે.’ તે જ સમયે, બીજેપી નેતા અને સાંસદ પરવેશ સાહિબ સિંહ લખે છે- ‘વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને જર્મનીમાં ભારતીય સમુદાયનો જુસ્સો અને ઉત્સાહ વધી રહ્યો છે. ઢોલ, નગારા અને ભારતીય ગીતોની અદભૂત રજૂઆત કરાઇ હતી વર્ષ ૨૦૨૨માં પીએમ મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. છેલ્લી વખત પીએમ ગયા વર્ષે ૨૯ ઓક્ટોબરથી ૨ નવેમ્બર સુધી ઇટાલી અને યુકેની મુલાકાતે ગયા હતા.