લાઠી તાલુકાના જરખીયા ગામે મકવાણા પરિવારના આંગણે મોમાઈ માતાજીનો ૨૪ કલાકના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મકવાણા પરિવાર દ્વારા સમગ્ર ગામને આ શુભ ધાર્મિક અવસરે માતાજીના નવરંગા માંડવાના દર્શન કરવા તેમજ ભોજન પ્રસાદ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવામાં આવ્યું હતું, મોમાઈ માતાજીના નવરંગા માંડવામાં બહોળી સંખ્યામાં ગામના લોકો હાજર
રહ્યા હતા.