જરખીયા ગામે રહેતો એક ખેડૂત તેની મોટર સાયકલ લઈને વાડીએ જતો હતો, તે દરમિયાન ગામના સ્મશાન પાસે કાવો મારતાં આરોપીએ તેને ઉભો રખાવી ગાળો આપી હતી. તેમજ કાંઠલો પકડીને આટલી જ વાર લાગશે તેમ કહી જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે મહેન્દ્રભાઈ નાથાભાઈ ડેર (ઉ.વ.૨૪)એ ભરતભાઈ રાણાભાઈ આલગોતર સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તથા સાહેદ મોટર સાયકલ લઈને વાડીએ જતા હતા ત્યારે જરખીયા ગામના સ્મશાન પાસે આવતાં તેમણે મોટર સાયકલને કાવો માર્યો હતો. જેથી આરોપીએ આગળ જઈ તેની મોટર સાયકલ ઉભી રખાવી તારી મોટર સાયકલ મારા પર કેમ આવવા દીધી તેમ કહી ગાળો આપી હતી. તેમણે ગાળો આપવાની ના પાડતાં ઉશ્કેરાઈને કાંઠલો પકડી લીધો હતો અને આટલી જ વાર લાગશે તેમ કહી ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એલ. ખેર વધુ તપાસ કરી રહ્યા છે.