અમરેલી ફાયર કંટ્રોલ રૂમને એક ચોંકાવનારી માહિતી મળી. લાઠી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા જાણ કરવામાં આવી કે અમરેલી જિલ્લાના જરખીયા ગામમાં આવેલ ઈશ્વરભાઈ રાજાભાઈ આસોદરીયાની વાડીના ૫૦ ફૂટ ઊંડા કૂવામાં કોઈ અજાણી વ્યક્તિ પડી ગઈ છે. આ માહિતી મળતાં જ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે કૂશળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને કૂવામાંથી મૃતદેહને બહાર કાઢ્યો. પ્રાથમિક તપાસમાં મૃતક વ્યક્તિની ઓળખ પરેશભાઈ કેશુભાઈ વાઘેલા (ઉંમર ૩૬ વર્ષ) તરીકે થઈ છે, જેઓ ટોડા ગામના રહેવાસી હતા.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાઠી પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.