જય શાહ ૨૦૧૯ થી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ છે. અત્યારે તેમના હાથમાં ઘણી સત્તા છે, પરંતુ હવે એવી અટકળો ચાલી રહી છે કે જા જય શાહ આઇસીસી અધ્યક્ષ પદ માટે અરજી કરે તો તેઓ નવા અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ શકે છે. પરંતુ એવા પણ અહેવાલો છે કે જય શાહે હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ નિર્ણય લીધો નથી. તમને જણાવી દઈએ કે અધ્યક્ષ પદ માટે આ વર્ષે નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. હાલમાં, ન્યુઝીલેન્ડના ગ્રેગ બાર્કલે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલના ચેરમેન પદ ધરાવે છે અને બીજી મુદત માટે અરજી કરવા પાત્ર છે.
ક્રિકબસ અનુસાર આઇસીસી જુલાઈ મહિનામાં કોલંબોમાં એક બેઠક યોજવા જઈ રહી છે, જેમાં અધ્યક્ષ પદ માટે ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી શકે છે. જા કે જય શાહે હજુ સુધી આ વિષય પર પોતાનું મૌન તોડ્યું નથી, પરંતુ અહેવાલ છે કે તેઓ આઇસીસીની કામગીરીની કેટલીક રીતોથી ખુશ નથી. જા અહેવાલોનું માનીએ તો શાહ વેસ્ટ ઈન્ડીઝ અને યુએસએમાં ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ યોજવા અંગે પણ ખુશ ન હતા. જા શાહ ચેરમેન પદ માટે અરજી કરે છે અને ચૂંટણી જીતી જાય છે તો તેઓ આઇસીસીના સૌથી યુવા અધ્યક્ષ બનશે.
રિપોર્ટ અનુસાર,આઇસીસી અધ્યક્ષના કાર્યકાળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ, વ્યક્તિ ત્રણ વખત અધ્યક્ષ બની શકતી હતી અને દરેક કાર્યકાળ ૨ વર્ષ માટે હતો. પરંતુ નવા નિયમો અનુસાર, વ્યક્તિ બે વખત ચેરમેન બની શકે છે અને દરેક કાર્યકાળ ૩ વર્ષનો રહેશે. જા જય શાહ અધ્યક્ષ બને છે, તો તેઓ ૩ વર્ષ સુધી આ પદ પર રહેશે અને આમ કર્યા પછી, તેઓ ૨૦૨૮ માં બીસીસીઆઇના અધ્યક્ષ બનવા માટે લાયક બનશે.
તમને જણાવી દઈએ કે જય શાહે વર્ષ ૨૦૦૯માં ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં એન્ટ્રી લીધી હતી. તે પહેલા તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જાઈન્ટ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા હતા. તેઓ વર્ષ ૨૦૧૫માં બીસીસીઆઇમાં જાડાયા હતા અને સપ્ટેમ્બર ૨૦૧૯માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ બન્યા હતા.