જય ભાનુશાળી જ્યારે બિગ બોસ ૧૫ના ઘરમાં પ્રવેશ્યો ત્યારે તેને ટોપ કન્ટેસ્ટન્ટ્‌સમાંથી એક માનવામાં આવતો હતો. જા કે, રિયાલિટી શોના થોડા અઠવાડિયા પછી તેણે ગેમ પરથી પકડ ગુમાવી દીધી હતી અને હાલમાં તે એલિમિનેટ થયો હતો. જ્યારે ઘણા લોકોએ તેને ઈમેજ વિશે ખૂબ સભાન હોવા માટે અને કેટલાક પ્રસંગોમાં પોતાની જાતને રોકી રાખવા માટે તેને ઠપકો આપ્યો ત્યારે એક્ટરને લાગે છે કે, તેણે જે કર્યું તે શ્રેષ્ઠ કર્યું. તો પછી ખોટું ક્યાં થયું? તેણે જવાબ આપતાં કહ્યું ‘શરૂઆતના પહેલા બે અઠવાડિયામાં, ગેમ મારી આસપાસ ફરતી હતી. ત્યારે મને કહેવામાં આવ્યં હતું કે, હું વિનર જેવો દેખાતો હતો. હું તે ઈરાદાથી અંદર ગયો હતો કે હું આ સીઝનને સૌથી વધારે એન્ટરટેઈનિંગ બનાવીશ. જા કે, મને બહાર કાઢવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે હું કંઈ કરી રહ્યો નથી. જ્યારે હું કરી રહ્યો હતો ત્યારે પણ અન્ય કોઈ કરી રહ્યો નહોતું. તેથી હું મૂંઝવણમાં મૂકાઈ ગયો હતો અને પૂછવા માગતો હતો કે, જણાવી દો કરવાનું શું છે. આ સીઝનમાં વિનર બનવાના માપદંડો અગાઉ કરતાં અલગ છે. એક્ટરે કહ્યું હતું કે, તે ગેમ પ્રામાણિકતાથી જ રમતો હતો. ‘મને ઘણીવાર કહેવામાં આવ્યું હતું કે, તમને શું લાગી રહ્યું છે કે તમે હંમેશા બધુ સાચું જ કરશો અને તમે બહારની ઈમેજ વિશે કેમ વિચારી રહ્યા છો. હું કોઈની સાથે ત્યારે જ દલીલ કરીશ જ્યારે કોઈ મને ખોટી રીતે પરેશાન કરશે’, તેમ એક્ટરે કહ્યું હતું. જય ભાનુશાળીએ ઉમેર્યું હતું કે ‘બિગ બોસનો ભાગ બનવા અંગે મને કોઈ પસ્તાવો નથી, પરંતુ હું રિયાલિટી શોની હાલની સીઝનમાં ભાગ લઈને પસ્તાઈ રહ્યો છે. અગાઉની સીઝનના વિનરોએ ટાસ્કમાં પર્ફોર્મ કર્યું હતું, તેમનું બેસ્ટ આપ્યું હતું તેમજ સાચી વાત માટે સ્ટેન્ડ લીધું હતું. બીજાના માટે લડ્યા અને દરેક મુદ્દા પર પોતાનો મંતવ્ય આપ્યો. મારામાં
આ બધી ગુણવત્તા છે. જા કે, હાલની સીઝન અલગ છે અને હું તેના માટે કટ આઉટ થયો નથી. ગેમ રમતી વખતે જય ભાનુશાળીએ તે પરિણીત હોવાનું પણ ધ્યાનમાં રાખવું પડ્યું હતું. તેણે જણાવ્યું હતું કે ‘આ શો પરિણીત પુરુષો માટે નથી. અમે ઘરની અંદર શું કરી શકીએ? મુદ્દાને ઉઠાવવા સિવાય મારી પાસે કોઈ ઓપ્શન જ નહોતો. જા મારી પત્ની માહી વિજ ઘરની અંદર હોત તો મારા માટે ગેમ રમવી સરળ થઈ જાત. અંદર ટીવીમાં કેવા દેખાવ છો તેનું દબાણ ન હોત.